કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક વિસ્તારમાં માછીમારી પર પ્રતિબંધ
રાજયમાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તારીખ ૧લી જુન-૨૦૨૫ થી તારીખ ૧૫ ઓગષ્ટ-૨૦૨૫ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે જે અનુસંધાને કચ્છ જિલ્લામાં માછીમારી પર પ્રતિબંધ મુકવા બાબતે મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામકશ્રી, ભુજ-કચ્છ દ્વારા દરખાસ્ત રજુ થયેલ છે.
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ દ્વારા ફરમાવવામાં આવેલ છે કે, કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક વિસ્તારમાં કોઇપણ માછીમારોએ કે અન્ય કોઈ વ્યક્તિએ તા.૦૧/૦૬/૨૦૨૫ થી તા.૩૦/૦૭/૨૦૨૫ સુધી માછીમારી માટે સમુદ્રમાં કે ક્રિક વિસ્તારમાં જવું નહી અને કોઈપણ બોટની અવર-જવર કરવી નહી.
આ હુકમ પોર્ટ ઉપર આવતા વ્યાપારિક જહાજો. લશ્કરી દળો, અર્ધ લશ્કરી દળો, પોલીસ દળોની બોટો. પગડીયા માછીમારો. નોન મોટરાઇઝડ ક્રાફ્ટ (લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામકશ્રી, ભુજ/સંબંધિત પોર્ટ ઓફિસરશ્રી અધિકૃત કરે તેવી બોટ કે વ્યક્તિઓને લાગુ પડશે નહી.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
