મંત્રીઓએ અમદાવાદમાં પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓની સમીક્ષા કરી


ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં પ્રવાસ કરવાના હોવાથી તેમના સ્વાગતની મંત્રીઓએ સમીક્ષા કરી.
ઓપરેશન સિંદૂર પછી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે દિવસની મુલાકાતે પહેલી વાર ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેમના આગમન અને સ્વાગત અને રોડ શોની તૈયારીઓનું નિરીક્ષણ ગુજરાતના આરોગ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રજનીકાંતભાઈ પટેલ અને કર્ણાવતી મહાનગર ભાજપ પ્રમુખ પ્રેકરભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે જ્યાં આ રોડ શો ગુજસેલ સર્કલથી ભવ્ય રીતે શરૂ થશે. આ ઉપરાંત, તેઓ 2 દિવસમાં 82,950 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. અમદાવાદ શહેર વડાપ્રધાન મોદીના સ્વાગત માટે સંપૂર્ણપણે તૈયાર છે અને હજારો લોકો તેમના રોડ શોમાં જોડાશે.
