છેતરપીંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ એસ આઇ. અનિરુધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા વિક્રમસિંહ ગોહીલનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને બાતમી હકીકત મળેલ કે, ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં.૦૧૩૮/૨૦૨૬ આઇ.પી.સી. એક્ટની કલમ ૪૦૬,૪૧૯, ૪૨૦,૧૨૦ (બી),૩૪ મુજબના ગુના કામેનો આરોપી જુસબ વલીમામદ કકલ રહે. ઓધવવંદના સોસાયટી એરપોર્ટ રોડ ભુજવાળો હાલે એરપોર્ટ રોડ સંસ્કાર સ્કુલ તરફ જતા રસ્તા પર હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમે ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને ઉપરોક્ત ગુના કામે અટક કરી ઉપરોક્ત ગુના કામે ચીટીંગમાં ગયેલ રૂ.૩,૩૦,૦00/- રીકવર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- પકડાયેલ આરોપી
- જુસબ વલીમામદ કકલ રહે. ઓધવવંદના સોસાયટી એરપોર્ટ રોડ ભુજ
:• કબ્જે કરેલ મુદ્દામાલ
२२४डा ३.३,30,000/-
- આરોપીનો ગુનાહીત ઇતિહાસ
ભુજ સીટી એ ડીવીજન પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૯૫/૨૦૧૭ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦,૧૧૪
- ભુજ સીટી બી ડીવીજન પો.સ્ટે. ગુ.ર.નં.૦૭૭૫/૨૦૨૨ ગુજરાત જમીન પચવી પાડવા પર પ્રતીબંધ અધીનીયમની કલમ-૪(૩).૫(સી)
- ભુજ સીટી એ ડીવીજન પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૬૨/૨૦૨૫ બી.એન.એસ કલમ-૧૧૧(૬),૫૪