અંજાર પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ–કચ્છ,ગાંધીધામ

copy image

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે મ.નં. ૯૮, કપીલેશ્વરનગર, સર્વે નં.૧૩૦,મેધપર (કું) અંજાર વાળામાં આફતાબ ઉર્ફે અપી મલેક નામનો માણસ રહે છે અને પોતાની બલેનો કાર મકાનની બહાર પાર્ક કરેલ છે. જે કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સંગ્રહ કરેલ છે. જેથી એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત જગ્યાએ જઈ તપાસ કરતા મકાનની બહાર પાર્ક કરેલ બલેનો કારમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ મળી તેમજ આરોપી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ

(૧) આફતાબ ઉર્ફે અપી ઇકબાલભાઈ મલેક ઉ.વ.૨૧ ૨હે. હાલે મ.નં. ૯૮, કપીલેશ્વરનગર, સર્વે નં. ૧૩૦,મેઘપર(ડું) તા.અંજાર મુળ રહે. લક્ષ્મીપુરા શેરી નં. 3, દુધરેજ રોડ,સુરેન્દ્રનગર

કબ્જે કરેલ મુદામાલની વિગત :-

1.વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની બોટલો કી.રૂ.3,01,500

1.૫૦૦ એમ.એલ.ના બીયર ટીન કી. રૂ. ૨૧,૧૨૦

3.બલેનો કાર રજી.નં.જીજે-૧૨-એફએ-૯૬૪૮ કી,રૂ,૫,૦૦,૦૦૦

મોબાઈલ ફોન કી.રૂ. ૧૦,૦૦૦

કુલ મુદ્દામાલ ૮,૩૨,૬૨૦/- કબ્જે કરવામાં આવ્યો છે.

આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.