રાજવી ફાટકથી જુમ્માપીર ફાટક તરફ જતી ટ્રેનમા એક શખ્સ કપાઈ જતા મોત


આદિપુર પોલીસ સ્ટેશનના ટેલીફોન વર્દી ૭૧/૨૦૨૫ તા-૨૫/૦૫/૨૦૨૫ ક.૧૮/૫૬ વાળીના કામે વિકાસ યાદવ આદિપુર રેલ્વે સ્ટેશન માસ્ટર ટેલીફોનથી જાણ કરેલ કે રાજવી ફાટક થી આગળ જુમ્માપીર ફાટક તરફ જતા ટ્રેનમા એક અજાણ્યો પુરૂષ કપાઇ ગયેલ છે જેની ઉવ.આશરે ૨૫ થી ૩૦ તેના જમણા હાથના કાંડા ઉપર અંગ્રેજીમા U.R ત્રોફાવેલ છે વાળો તા-૨૫/૦૫/૨૦૨૫ સાંજના સાડા છ થી સાતેક વાગ્યાના ટ્રેનમા કપાઇ મરણ ગયેલ છે આ મરણ જનારનુ કોઇ વાલીવારસ કે સગા સબંધી મળી આવેલ ના હોઇ જે અજાણી લાશના ફોટોની બહોળી પ્રશિધ્ધિ કરવા વિનંતી છે. જે લાશ હાલે રામબાગ હોસ્પિટલ આદિપુર ખાતે ખાતે દિન-૦૩ માટે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે. જેની કાંઇ પણ જાણ થાય તો અત્રેના પોલીસ સ્ટેશન જાણ કરવી.
