Skip to content
ગંગાજળીયા પોલીસ સ્ટેશનનાં પી.આઇ. આર.જે.શુક્લાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનનાં ડી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મનદિપસિંહ ગોહિલને મળેલ બાતમીના આધારે સંગમ ટોકીઝ પાછળ ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા શખ્સો મહેશભાઇ ઉર્ફે ગાગો નરશીભાઇ ધરાજીયા, રાકેશભાઇ ભીખાભાઇ ચુડાસમા, સુરેશભાઇ બુધાભાઇ રાઠોડ, જતીનભાઇ રામજીભાઇ સોલંકી, નરેશભાઇ ઉર્ફે ભોપો ભગવાનભાઇ ગોહેલ તથા સુનિલભાઇ કિશોરભાઇ બારૈયા રહે તમામ ભાવનગર વાળાઓને જુગારના સાહિત્ય ગંજીપત્તાનો કેટ તથા રોકડ રૂ.૧૦,૪૬૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. બધા વિરૂદ્ધમાં જુગારધારા તળે કાયદેસર તપાસ કરવામાં આવેલ છે.