ભાવનગરના પેડકમાં તમંચો લઇને ફરતો ટ્રાન્સપોર્ટનો ધંધાર્થી પકડાયો

ભાવનગરના નિલમબાગ પોલીસે પેડક વિસ્તારમાં ગેરકાયદેસર તમંચો લઇ ફરતાં અને ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ઈસમને તમંચા સાથે પકડી લીધો હતો. આ અંગેની વિગત એવી છે કે, નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.જે. રબારી તથા ડી સ્ટાફ્ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાનમાં પોલીસને બાતમી મળી હતી કે, શહેરના પેડક વિસ્તારમાં એક ઈસમ પરવાના વગરનું હથીયાર લઇ ફરી રહ્યો છે. પોલીસે બાતમી આધારે સ્થળ પર જઇ તપાસ કરતાં સોહીલભાઇ ગફરભાઇ પઠાણ (ઉ.વ.૩૮ રહે- આઇટીઆઇ કોલેજ સામે, પેડકમાં) પાસેથી ગેરકાયદેસર રીતે વગર પરવાને પોતાના કબજા ભોગવટાની અશોક લેલેન્ડ ટ્રક કિંમત રૂ.૫,૦૦,૦૦૦ નીમાં છુપાવી રાખેલ બાર બોરનો એક દેશી બનાવટનો તમંચો કકિંમત રૂ.૫,૦૦૦નો મળી આવતાં પોલીસે ટ્રક અને તમંચો મળી રાખી કુલ કિંમત રૂ.૫,૦૫,૦૦૦ નો મુદામાલ પકડી લીધો હતો. મજકુર વિરુધ્ધ આર્મ્સ એક્ટ કલમ મુજબ ગુન્હો રજી કરાવેલ છે અને આગળની કાર્યવાહી ડી સ્ટાફ્ના પો.હેડ.કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *