પડધરી પાસે ૬ લાખનો શરાબનો જથ્થો ઝડપાયો

રાજકોટ : પડધરીના વિસામણ ગામની સીમમાં પડધરી પોલીસે દરોડો કરી આઇશરમાં ૬ લાખના શરાબના જથ્થા સાથે પાંચ ગુન્હામાં વોન્ટેડ વિસામણના ગીરાસીયા ઈસમને પકડી લીધો હતો. આઇશરમાં શરાબનો જથ્થો છુપાવવા માટે ચોરખાનુ પણ બનાવાયું હતું. જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ ડીવી એચ.એમ.જાડેજાના દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારની બદીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે પડધરી પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. જે.વી.વાઢિયા તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હાજર હોય તે દરમ્યાન પો.સબ ઇન્સ શ્રી જે.વી.વાઢિયા સા.તથા પો.કોન્સ.યુવરાજસિંહને મળેલ ખાનગી હકીકત આધારે વીસામણ ગામની સીમમાં વોચ ગોઠવી હકીકત આધારે વિસામણ ગામની સીમ હનુમાન મંદિર નજીકથી આઇસર રજી નંબર જીજે ૧૯ એકસ ૨૮૨૯માં આગળના ભાગે બનાવવામાં આવેલ ચોરખાનામાંથી પરપ્રાંતીય ભારતીય બનાવટના ઇંગ્લીશ શરાબની એપીસોડ વ્હીસ્કી કાચની શીલપેક બોટલ નં.૨૦૪૦ પેટી નં.૧૭૦ કિંમત રૂ.૬,૧૨,૦૦૦ તથા એક અલ્ટો કાર નંબર વગરની કિંમત રૂ.૧,૫૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૨ કિંમત રૂ.૭,૦૦૦ મળી કુલ કિંમત રૂ.૧૪,૬૯,૦૦૦ ના મુદામાલ સાથે પડધરી પોલીસ સ્ટેશનના ત્રણ તથા રાજકોટ અને જામનગર જીલ્લામાં પ્રોહીબીશનના ગુન્હાના નાસતા ફરતા ઈસમ વિજયસિંહ સજુભા જાડેજા જાતે.દરબાર ઉ.વ.૨૬ રહે. વિસામણ ગામ વાળાને ઝડપી પાડી તેમજ નાશીજનાર ઇસમો વિરૂધ્ધમાં પ્રોહી એકટ મુજબ ધોરણસર તપાસ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં પડધરીના પો.હેડ કોન્સ જયદીપસિંહ ચૌહાણ, વકારભાઇ અરબ, રણજીતભાઇ, ફીરોઝભાઇ, પો.કોન્સ.યુવરાજસિંહ,પ્રભાતભાઇ, પુષ્પરાજસિંહ, બ્રિજરાજસિંહ, અયુબભાઇ, કૃપાલભાઇ, જયેન્દ્રસિંહ તથા ડ્રાઇવર જગતસિંહ વગેરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *