કોરોનાનો કમબેક : રાજકોટમાં એક જ દિવસમાં છ કેસ પોઝિટિવ

copy image

છેલ્લા કેટલા સમયથી દેશમાં અને ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્રણેક વર્ષના લાંબા સમય પશ્ચાત કોરોનાએ ફરી પાછું કમ બેક કરતાં લોકોમાં એટલો ડરનો માહોલ જોવા મળી રહ્યો નથી. પરંતુ કોરોનાના કેસ વધવાના કારણે ડોક્ટર્સમાં ચિંતાનો માહોલ વધ્યો છે. રાજકોટ, નડિયાદ, આણંદ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે ગત દિવસે રાજકોટ શહેરમાં એક જ દિવસમાં વધુ છ કોરોના કેસ સામે આવ્યા છે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટમાં 6 માસના બાળક સહિત કુલ છ કેસો પોઝિટિવ આવ્યા છે.
