આગામી 30 મેથી 1 જૂન દરમ્યાન રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

copy image

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદનો વર્તારો વ્યક્ત કર્યો છે.વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થયું છે. તેમજ બીજી તરફ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આગામી 30 મેથી 1 જૂન દરમ્યાન રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચનો આપવામાં આવેલ છે. કારણ કે, દરિયાકાંઠે પવનની ગતિ 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકે ફુંકાશે. સાથોસાથ હવામાન વિભાગના કહેવાનુસાર આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની શક્યાતાઓ રહેલ છે.
