વડોદરામાં કંપનીના માલિકની ફેક આઈડી બનાવી 69 લાખ પડાવનાર બે ઈશમોની થઈ ધરપકડ

copy image

copy image

વડોદરામાં કંપનીના માલિકની ફેક આઈડી બનાવી કર્મચારી સાથે ઠગાઈ આંચરી  પૈસા પડાવનાર ગેંગને બેંક ખાતા આપનાર બે ઈશમોને પોલીસે દબોચી લીધા છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભોગ બનનારને વોટ્સએપમાં એક મોબાઈલ નંબરથી મેસેજ આવેલ હતો અને તે વોટ્સએપની પ્રોફાઈલમાં પોતાની કંપનીના માલિકનો ફોટો હતો. તે કંપનીના માલીક સરકારી અધિકારી સાથે મીટીંગમાં છે અને તેમને કંપનીના નવા પ્રોજેકટ માટે પૈસાની જરૂર છે હોવાનું જણાવી બેંક ખાતા નંબર સેન્ડ કરેલ હતો. બાદમાં આ ઠગબાઝોએ ફરિયાદી પાસેથી કુલ રૂ. 69 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી ઠગાઈ આંચરી હતી.  આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બે શખ્સોને દબોચી લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.