ધાણેટી- રતનાલ રોડ વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજનું વહન કરતી ૩ ટ્રક તથા ખાવડા-ધોબ્રાણા ચેક પોસ્ટથી બ્લેક્ટ્રેપ ખનિજનું વહન કરતી ઓવરલોડ એક ટ્રક ઝડપાઈ

માનનીય કલેક્ટરશ્રી, કચ્છના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોર્ડ, કચ્છની તપાસટીમ ટીમ દ્વારા તા.29/05/25 ના રોજ સવારે ધાણેટી- રતનાલ રોડ વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજનું વહન કરતી ૩ ટ્રક તથા ખાવડા-ધોબ્રાણા ચેક પોસ્ટથી બ્લેક્ટ્રેપ ખનિજનું વહન કરતી ઓવરલોડ એક ટ્રક પકડવામાં આવેલ છે.

આ ઉપરાંત તા. 28/05/25સાંજે રતનાલ ગામ પાસેથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજ વહન કરતી એક ટ્રક તથા કળશ સર્કલ અંજાર ખાતેથી સિલિકા ખનીજ વહન કરતી એક ટ્રક પણ પકડવામાં આવેલ છે. વધુમાં ખાવડા-ધોબ્રાણા ચેક પોસ્ટથી સાદીરેતી ખનિજનું વહન કરતી ઓવરલોડ એક ટ્રક પકડવામાં આવેલ છે.

આમ, તપાસ દરમિયાન પકડાયેલી કુલ 7 ટ્રકોને સીઝ કરી આશરે રૂપિયા 1.38 કરોડની કિંમતનો મુદ્દામાલ જે-તે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.