માધાપરમાં ધાણીપાસા વડે જુગાર રમતા સાત ખેલીઓને પોલીસે ઝડપી પાડયા

copy image

copy image

માધાપરમાં ગંજીપાના વડે જુગાર રમતા ખેલીઓને પોલીસે પકડી પાડયા હતા. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કારીમોરી તળાવ પાસે તેમજ ભાદરકા સોસાયટી પાછળ અમુક શખ્સો ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે તે બંને જગ્યાએ રેડ પાડી હતી. ત્યારે કારીમોરી તળાવની પાળે ઓટલા ઉપર જુગાર રમતા ત્રણ ખેલીઓને રોકડ રૂ;870 સાથે પકડી પાડયા તેમજ ભાદરકા સોસાયટી પાછળ જાહેરમાં રમતા ચાર જુગારીઓને રોકડ રૂ.2840 સાથે ઝડપી પાડયા હતા. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.