ભાવનગરના સિહોરમાંથી ગોઝારી ઘટના આવી સામે : સામાન્ય બાબતે થયેલ ઝગડાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા કુહાડીના ઘા ઝીંકી દંપતીની કરાઈ હત્યા

image-130

copy image

ભાવનગર ખાતે આવેલ સિહોરમાંથી ગોઝારી ઘટના સપાટી પર આવી છે જેમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર શ્રમિકો વચ્ચેના ઝઘડાનું લોહીલુહાણ અંત આવ્યું હોવાના  અહેવાલો સંભળાઈ રહ્યા છે. આ બનાવ અંગે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સામાન્ય બાબતથી શરૂ થયેલા ઝઘડા બાદ રોષે ભરાયેલા આરોપી ઈશમોએ શ્રમિક પતિ-પત્નીને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ગત ગુરૂવારે ભાવનગર ખાતે આવેલ સિહોરના કનીવાવ ગામના સીમ વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર શ્રમિકો વચ્ચે મોડી રાત્રીના સમયે કોઈ બાબત પર ઝગડો થયેલ હતો. આ ઝગાડાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા આરોપી શખ્સે  કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી રામુભાઈ અને તેમના પત્ની પર ઘા કરી તેમની હત્યા કરી દીધી હતી. બનાવને પગલે દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બનાવની અંગે જાણ થતાં તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં આરોપી ઈશમની ધરપકડ કરી તેમજ કુહાડી કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.