સુરત લૂંટેરી દુલ્હનની ગેંગ પોલીસના સકંજામાં

copy image

સુરત શહેરમાં અવારનાવાર લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મુસ્લિમ સમાજમાં લગ્નોત્સુક યુવકને ફસાવી રૂપિયા પડાવ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. વધુમાં સૂત્રો જણાવી રહયા છે કે, અઠવા પોલીસે લૂંટેરી દુલ્હન અને ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકીની એક યુવતીએ અમદાવાદના યુવાન સાથે લગ્ન કર્યા હતા. પિતા ન હોવાનું જણાવી દુલ્હનના માતાએ ભોગ બનનાર પાસેથી એક લાખ રૂપિયા પણ માંગ્યા હતા. બાદમાં લગ્નના બીજા જ દિવસે કોઈ બહાને માતા સાથે ભાગી ગઈ હતા. અને આ યુવાનને આપેલા એક લાખ રૂપિયા આપવાની ના પાડતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જેના આધારે પોલીસે મહિલાઓની ટોળકીને ઝડપી લઈ તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.