ભુજમાંથી ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો

boy-play-video-game-on-mobile-phone-png

copy image

copy image

ભુજમાંથી ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમે પૂર્વબાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને સરપટનાકા નજીક આવેલા પરષોત્તમ પાર્કની બહાર જાહેરમાં મોબાઈલમાં  આરસીબી વિ. પીબીકેએસ વચ્ચે ચાલતી આઈપીએલની મેચમાં હારજીતનો સટ્ટાનો જુગાર રમતા આરોપી ઈશમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની જાર્યવાહી હાથ ધરી છે.