અંજારમાં મોબાઈલ ઉપર આંકડા લેતો એક શખ્સ ઝડપાયો

ગાંધીધામ : અંજારના ગંગાનાકા નજીક મોબાઈલ ઉપર આંકડાનો જુગાર રમતા એક શખ્સની પોલીસે અટકાયત કરી હતી. તેમજ બે લોકોની સંડોવણી બહાર આવી હતી. પોલીસ સૂત્રોએ વિગતો આપતા જણાવ્યુ હતું કે ગંગાનાકા ગેટ નજીક મોબાઈલ ફોન ઉપર વરલી મટકાનો આંકડાનો જુગાર રમાતો હોવાની પુર્વ બાતમીના આધારે પોલીસે તપાસ કરી હતી. આ દરોડામાં આંકડાનો જુગાર રમી-રમાડનાર સિદિક હુશેન સોતાની અટકાયત કરી હતી. તેમજ યાશીનશા શેખ અને હુશેની ઉર્ફે રઘુભાઈના નામ ખુલ્યા હોવાનું પોલીસે જણાવ્યુ હતું. શખ્સો પાસેથી રોકડા રૂ. 3,730 તથા મોબાઈલ નંગ 1 કિંમત 3,000 સાથે કુલ કિંમત 6,730 નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ બાબતે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *