ઉત્તરપ્રદેશમાં વતનના ગામે લગ્નમાં ગયેલા પરિવારના ઘરમાંથી બે લાખની તસ્કરી

વડોદરા, વતન યુ.પી.માં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનના તાળા તોડીને તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડા ૬૯,000 મળીને 2,00,000 ની મત્તા તસ્કરી ગયા છે. તસ્કરીના બનાવ અંગેની મળતી વિગતો અનુસાર સમતા પોલીસચોકીની સામે મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનમાં પરિવાર સાથે રહેતા દિપક સાહેબલાલ વિશ્વકર્મા ખાનગી કંપનીમાં સિનિયર ઓપરેશન્સ કન્સલટન્ટ તરીકે નોકરી કરે છે અને તેમની ઓફિસ ગેંડા સર્કલ નજીક આવેલ એટ્લાન્ટીસ હાઇટ્સમાં છે. ગત રાત્રિના અરસામાં મકાન બંધ કરીને તેઓ પરિવાર સાથે વતન યુ.પી. વારાણસી ખાતે પિતરાઇ બહેનના લગ્નમાં ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો સોના ચાંદીના દાગીનાઓ, કેમેરો તથા રોકડા રૂ.૬૯,000 મળીને કુલ રૂ.૧,૯૩,૬૦૦ની મત્તા તસ્કરી ગયા હતા. જે બાબતે લક્ષ્‍મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *