“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના”નો લાભ આપવા સરકાર કટિબદ્ધ
NFSA અંતર્ગત લાભાર્થીઓએ વિનામૂલ્યે અનાજનો જથ્થો મેળવવા માટે E-KYC કરાવવું ફરજિયાત
કચ્છમાં ૮૨ ટકાથી વધુ લાભાર્થીઓએ પોતાનુ E-KYC કરાવેલ છે
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ મેળવવા માટે E-KYC કરાવવા પુરવઠા વિભાગનો અનુરોધ
કચ્છ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા E-KYC કરાવવા અપીલ કરાઈ
E-KYC કરાવવાનો ઉદેશ્ય ફક્ત સાચા લાભાર્થીઓની ઓળખાણ કરવાનો
કોઈપણ અફવા કે ખોટા સમાચારોમાં દોરાયા વગર વિનામૂલ્યે અનાજ મેળવતા લાભાર્થીઓને E-KYC કરાવવા અનુરોધ
લાભાર્થીઓના હિતમાં મે તથા જૂન માસના અનાજ વિતરણની સમયમર્યાદા વધારાઈ
૫ જૂન સુધી ‘એન.એફ.એસ.એ’ અંતર્ગત લાભાર્થીઓને ‘મે’ તથા ‘જૂન’ માસના અનાજનું કરાશે વિતરણ
લાભાર્થીઓ વીસીઈ, મામલતદાર ઓફિસ કે પોસ્ટ ઓફિસ ખાતે કરાવી શકશે E-KYCની પ્રક્રિયા