કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન૩ ત્રીજા રાઉન્ડમાં ૮૦માં દિવસ ની મેચ તારીખ ૦૨/૦૬/૨૦૨૫

આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો ભાસ કરાવતી લોકપ્રિય રમત કચ્છ લોકસભા
પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ – ૩ જયુબિલી ગ્રાઉન્ડ ભુજ મધ્યે રમાઇ રહી છે. ૫૨૦ ટીમો થી વધુ રમાનાર
આ મેચ રોમાંચ અને ઉત્સાહ થી ભરપુર છે અને બહોળી સંખ્યામાં ખેલ દર્શક ઉપસ્થિત રહી ખેલાડીઓ ને
ઉત્સાહ અને આયોજકો – વ્યવસ્થાપકો ને અભિનંદન આપે છે.
આ સાથે તારીખ ૦૨/૦૬/૨૦૨૫ના ત્રીજા રાઉન્ડમાં ૮૦માં દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ ઓલ સ્ટાર
ઇલેવન ભારાપર અને આર.કે. ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં ઓલ સ્ટાર ઇલેવન ભારાપર ની જીત થઇ હતી.
બીજી મેચ રાઇટ ઇલેવન ભુજ અને મંગલ મેડીકલ ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં મંગલ મેડીકલ ઇલેવન
ભુજ ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ યંગ બુલેટ ઇલેવન અંજાર અને કીંગ રાઇડર ઇલેવન કુકમા વચ્ચે
રમાઇ હતી. જેમાં યંગ બુલેટ ઇલેવન અંજાર વિજેતા થઇ હતી. ચોથી મેચ દોસ્તી ઇલેવન જરૂ અને ચોકડી
ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં દોસ્તી ઇલેવન જરૂ ની જીત થઇ હતી. પાંચમી મેચ ત્રાયા ફાઇટર ઇલેવન અને
યુનિક ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં ત્રાયા ફાઇટર ઇલેવન ટીમ વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ આર.કે. બ્રધર્સ
ઇલેવન અટલનગર અને આઇ કૃપા ઇલેવન ગાંધીધામ વચ્ચે રમાઇ જેમાં આર.કે. બ્રધર્સ ઇલેવન અટલનગર
ટીમ ની જીત થઇ હતી. સાતમી મેચ માન્યા ઇલેવન ભુજ અને વોટ્સન ઇલેવન અંજાર વચ્ચે રમાઇ જેમાં
માન્યા ઇલેવન ભુજ ટીમ વિજેતા થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.
આ મેચ દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી મહેમાનો સાથે જુરી કમિટીના સભ્યો વિગેરે
હાજર રહ્યા હતા.