સુરેન્દ્રનગરમાંથી ગોઝારો બનાવ આવ્યો સામે : ત્રણ વર્ષની બાળકી પર પાણી ભરેલો ઘડો પડતાં મોત

copy image

ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ગોઝારો બનાવ સામે આવી રહ્યો છે, જે અંગે સૂત્રો જણાવી રહ્યા છે કે, સુરેન્દ્રનગર ખાતે આવેલ વિજળીયા ગામમાં ત્રણ વર્ષની બાળકી પર છાતીના ભાગે પાણી ભરેલો ઘડો માથે પડતાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ગંભીર ઇજાઓના પગલે આ માસૂમ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું. બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.