મોટા દિનારામાં ચામુંડા માતાના મંદિરે થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમા ઉકેલી એક ઈસમને પકડી પાડતી ખાવડા પોલીસ

khavda
copy image

શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી, ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબ, ભુજ વિભાગ, ભુજનાઓએ ખાવડા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૦૧૬૦/૨૦૨૫ બી.એન.એસ.-૨૦૨૩ ની કલમ-૩૦૫(ડી), ૩૩૧(૪) મુજબનો ગુનો શોધી કાઢવા માટે સુચના આપેલ હોય..

આ સુચના અનુસંધાને શ્રી વી.બી.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, ખાવડા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન તેમજ સુચના અન્વયે પોલીસ સ્ટાફના માણસો ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મોટા દિનારા ગામે ચામુંડા માતાના મંદિરે ચોરી કરેલ શંકાસ્પદ ઈસમ મુસ્તાક ઉર્ફે ઢોલો શકુર સમા રહે-મોટા દિનારા, સાલરવાસ તા-ભુજવાળો હાલે ખાવડા આવે છે તેવી ભરોસા લાયક હકીકત મળતા સોલારીશ કંપનીના ગેસ્ટ હાઉસ પાસે હાજર રહી બાતમી હકીકત વાળો ઈસમ આવતા જેને તુરંત જ વર્ક આઉટ કરી તેની ઝડતી તપાસ કરતા તેના કબ્જામાથી એક ચાંદીનુ છતર આશરે ૧૦૦ ગ્રામ કિ.રૂ.૪૦૦૦/- તથા રોકડા રૂ.૨૫૦૦/- મળી આવતા તપાસ અર્થે કબ્જે આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપી

(૧) મુસ્તાક ઉર્ફે ઢોલો શકુર સમા, ઉ.વ.૨૦, રહે-મોટા દિનારા, સાલરવાસ તા-ભુજ

કબ્જે કરેલ મુદામાલ

(૧) એક ચાંદીનુ છતર આશરે ૧૦૦ ગ્રામ

(૨) રોકડા રૂપીયા

डि.४,०००/-

રૂ.૨૫૦૦/-

એમ કુલ કિ.રૂ. ૬૫૦૦- નો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે.

આ કામગીરીમા ખાવડા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. વી.બી.પટેલ સાહેબ તથા પી.એસ.આઈ. એન.જે.ભગોરા સાહેબ તથા પો.હેડ.કોન્સ. મહેશભાઈ જે.પરમાર, તથા પો.હેડ.કોન્સ. દશરથસિંહ રાઠોડ, તથા પો.કોન્સ. રમેશભાઈ પ્રજાપતી તથા પો.કોન્સ. રઘુવિરસિંહ જાડેજા નાઓ જોડાયેલ હતા.