દેશના યશસ્વી વડાપ્રધાનના અગીયાર વર્ષની સિદ્ધિઓ કચ્છ જીલ્લા ભાજપ દ્વારા વધાવાઈ

copy image

એ દિવસ હતો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજના લાલન કોલેજથી લાલ કિલ્લા સુધીના સંકલ્પ સાથે પ્રથમવાર દિલ્હી પહોંચ્યા. ભરતવર્ષને ક્યારેય ન મળ્યા હોય તેવા યશસ્વી વડાપ્રધાન મળ્યા. ગત ૨૬ તારીખે જ પ્રથમવાર દેશની સંસદમાં શપથ લઈ ન ભૂતો ન ભવિષ્યતિ જેવાં વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદી જ્યારે અગ્યાર વર્ષ પૂરા કર્યા છે ત્યારે તેમણે દેશનું સુકાન સંભાળ્યા સાથે લીધેલા સંકલપોને સિદ્ધ પણ કર્યા છે, અને હવે જ્યારે એ સિદ્ધીઓને ૧૧ વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે તેમની સંકલ્પથી સિદ્ધિ યાત્રાને સમગ્ર દેશની સાથે પ્રદેશ ભાજપ દ્વારા પણ વધાવાઈ રહી છે.

યોગનુયોગ કચ્છના પાટનગર ભુજ ખાતે જ ૧૧ વર્ષની પૂર્ણાહૂતિનો દિવસ કચ્છની પ્રજા સાથે ઉજવનાર વડાપ્રધાને તેમના નેતૃત્વમાં જે પણ સંકલ્પો લીધા હતા તેને સિદ્ધ કરી લીધા છે તેનો આનંદ સમગ્ર દેશવાસીઓ સાથે પ્રદેશ ભાજપ પણ માણી રહ્યા છે. અનેક ઐતિહાસિક સિદ્ધિઓ સાથે દેશના સળગતા પ્રશ્નોને સહજ રીતે સુલઝાવી, દેશને કનડતા પાકિસ્તાન સંચાલિત આતંકવાદને પણ ઓપરેશન સિંદૂર દ્વારા લગભગ ખતમ કરવાની સિદ્ધિ સુધીની પ્રાપ્તિ ચોક્કસ ઉજવણી યોગ્ય છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા પણ સમગ્ર મહિના દરમ્યાન તેની વિવિધ રીતે ઉજવણી કરી, વડાપ્રધાનની સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રાને પ્રજા સમક્ષ મૂકવાનું ધ્યેય હાથ ધરાયું છે. સંકલ્પથી સિદ્ધિ સુધી ‘મોદી સરકારના ૧૧ વર્ષ’ અંતર્ગત અનેક કાર્યક્રમો હાથ ધરાનાર છે.

આ તમામ કાર્યક્રમો અંગે કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લામાં ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશભાઈ દવે, સાંસદ વિનોદભાઇ ચાવડા તથા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા અને મહાનગરની કાર્યશાળામાં મંડલ કાર્યશાળા દ્વારા વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન થાય બાદ, આવતીકાલથી કાર્યક્રમોનો ધમધમાટ શરૂ થઈ જશે. તે પૈકી પત્રકાર પરિષદ અને વ્યાવસાયિક સમેલન દ્વારા પણ વડાપ્રધાનની યશસ્વી સિદ્ધિઓથી બહોળા સમાજને જાણકારી અપાશે.

સ્વાગત પ્રવચન કરતાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે કચ્છ તો વડાપ્રધાનનું અનેક બાબતોમાં ઋણી હોવાનું કહી પ્રદેશ ભાજપના સમગ્ર કાર્યક્રમને કચ્છમાં અભૂતપૂર્વ સફળતા મળે તેવી ખાસ અપીલ કરી હતી.

પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છ માટે તો વડાપ્રધાનને જે લાગણી છે તે યાદ કરી કચ્છથી લાલન કોલેજમાં કચ્છની પ્રજાને સંબોધન કરી દિલ્હીના લાલ કિલ્લા સુધી પહોંચી તમામ સંકલપોને સાકર કરવાનું કાર્ય કરનારા વડાપ્રધાનનો કચ્છ પ્રેમ અદભુત છે.

આ પ્રસંગે ખાસ ઉદબોધન કરતા પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશભાઈ દવએ જણાવ્યું હતું કે તા. ૧૨થી ૧૪ દરમ્યાન વિકસિત ભારત સંકલ્પ સભા પણ આયોજન થશે. જેમાં બુથના કાર્યકર્તાઓથી માંડી તમામ હોદેદારો ૧૧ વર્ષની સિદ્ધિઓને પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. ખાટલા અને મહોલ્લા બેઠકોનું પણ આયોજન કરાશે. તા. ૨૧ જૂન એટલે કે વિશ્વ યોગ દિવસે પણ યોગ શિબિરના સાર્વત્રિક આયોજન થશે. તે જ રીતે તા. ૨૩ જૂનના પંડિત ડો. શ્યામપ્રસાદ મુખર્જીની જન્મજયંતી- બલિદાન દિવસ નિમિત્તે રાષ્ટ્ર માટે તેમના બલિદાન અને યોગદાનને યાદ કરાશે. તા. ૨૫ જૂનનો દિવસ ભારત માટે કાળો દિવસ કહી શકાય એવી કટોકટીને દેશ પર લાદવામાં આવી હતી એ સંવિધાન હત્યા દિવસ નિમિત્તે પણ સવાતંત્ર્ય સેનાનિઓના સન્માન, કટોકટી પર આધારિત પ્રદર્શની જેવાં કાર્યક્રમો હાથ ધરાશે.

વધારામાં શ્રી દવેએ જણાવ્યું હતું કે ભારતના યશસ્વી સપૂત નરેન્દ્રભાઇ મોદીની સિદ્ધીઓને પ્રદેશ ભાજપ દ્વારા વધુને વધુ લોકો સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી પ્રસંગનું મહત્વ શું છે તે સમગ્ર દેશવાસીઓ જાણે તે માટે કાર્યકરોને સમગ્ર આયોજનમાં જોડાવા અને કાર્યક્રમોને જ્વલંત સફળતા અપાવવા અનુરોધ કર્યો હતો. તેમણે દેશને આવા વડાપ્રધાન કે જેમણે દેશની ધૂરા સંભાળી ત્યારથી જે જે સંકલ્પો કર્યા હતા તે તમામ સિદ્ધ કરી એક દાખલો બેસાડયો હોવાનું કહ્યું હતું.

આ અગાઉ અગાઉ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કાર્યક્રમના પ્રારંભ પૂર્વે ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા કચ્છ કમલમ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજાર ધારાસભ્ય ત્રીકમભાઈ છાંગા, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો વિવિધ મંડળોના પ્રમુખ મહામંત્રી શ્રીઓ વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ તેમજ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.