ડોનાલ્ડ ટ્રમ્પનું ડિસ્કાઉન્ટ: રશિયન ઓઈલની ખરીદી બદલ હવે 500ના બદલે 100 ટકા ટેરિફ!

અમેરિકન સેનેટરોએ મંગળવારે રશિયા પર પ્રતિબંધ લગાવતો સંશોધિત ખરડો રજૂ કર્યો છે. દિવંગત સેનેટર લિન્ડસે ગ્રેહામ દ્વારા સમર્થિત આ ખરડામાં મૂળ પ્રસ્તાવની તુલનાએ ભારત, ચીન અને રશિયન ઓઇલ ખરીદનારા અન્ય દેશો પર લગાવવામાં આવેલા ૫૦૦ ટકા જેટલા ભારે ટેરિફને ઘટાડીને ૧૦૦ ટકા કરી દેવાયો છે.મળતી મહીતી મુજબ આ ટેરિફનો હેતુ રશિયન વોર મશીનરીનું ફંડિંગ અટકાવવાનો છે. તેના પગલે ભારત અને ચીન જેવા દેશો તેમની ઉર્જા જરૂરિયાતોના બદલે રશિયા પરની નિર્ભરતા ઘટાડે. નવા સંશોધિત ખરડામાં તે દેશોને મોટી રાહત આપવામાં આવી છે જે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને ગેસની ખરીદી મોટાપાયા પર કરે છે. એપ્રિલ ૨૦૨૫માં રજૂ કરવામાં આવેલા મૂળ પ્રસ્તાવમાં રશિયન ઇંધણ ખરીદનારા દેશો પર ૫૦૦ ટકા ટેરિફ લગાવવાની વાત કહેવામાં આવી હતી. ટ્રમ્પ સરકારે હવે તેને બદલીને ટોચના પાંચ ખરીદદારો માટે મહત્તમ પેનલ્ટી ૧૦૦ ટકા ટેરિફ સુધી મર્યાદિત કરી દીધી છે. સેનેટના સહયોગીઓ મુજબ રશિયન ઓઇલની ખરીદીમાં ટોચના પાંચ ખરીદદારોમાં ચીન, ભારત, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન સામેલ છે. જ્યારે પ્રાકૃતિક ગેસના ટોચના ખરીદદારોમાં ચીન, ફ્રાન્સ, જાપાન, હંગેરી અને બેલ્જિયમનું નામ છે. તેની સાથે જ નવા ખરડામાં તે દેશો માટે એક ખાસ છૂટની જોગવાઈ પણ જોડવામાં આવી છે જે રશિયા અને કુલ પ્રાકૃતિક ગેસની નિકાસનો કમસેકમ ૧૫ ટકા હિસ્સો આયાત કરે છે. તેની સાથે પોતાની નિર્ભરતા ઘટાડવા માટે સતત મજબૂત પગલાં ઉઠાવે છે. આ નિયમ હેઠળ જાપાન, ફ્રાન્સ, હંગેરી અને બેલ્જિયમ જેવા દેશોને અમેરિકન પ્રતિબંધોની બહાર રાખી શકાય છે. તેનાથી આ દેશોને પોતાની એનર્જી સિક્યોરિટી જાળવી રાખવામાં મદદ મળશે. આ ખરડો રશિયન ઇકોનોમીના આવકના મોટા સ્ત્રોતોને લક્ષ્યાંક બનાવે છે.તેના હેઠળ રશિયન ઓઇલ ટેન્કરોના શેડો ફ્લીટ એટલે કે ખાનગી બેડા પર પ્રતિબંધ લગાવવામાં આવશે, જે પશ્ચિમી સમુદ્રી સેવાઓ પર નિર્ભર નથી અને વૈશ્વિક પ્રતિબંધોથી બચવા મટે ઓઇલનું પરિવહન કરે છે. આ ઉપરાંત રશિયન નાણાકીય ક્ષેત્ર પર દબાણ વધારવા માટે રશિયન સંઘને કેન્દ્રીય બેન્ક સહિત ઘણી અન્ય મોટી નાણા સંસ્થાઓને પણ આ પ્રતિબંધના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવી છે. રશિયાના ઉર્જા ક્ષેત્રને ફટકો મારવા માટે રશિયાની સૌથી મોટી સરકારી ઓઇલ રીફાઇનરીની માલિકીની જોગવાઈઓનો પણ સમાવેશ કરાયો છે. તેમા યામલ એલએનજી અને આર્કટિક એલએનજી, ૧, ૨ અને ત્રણ જેવી પરિયોજનાઓ મહત્ત્વની છે. જો કે અમેરિકન સંસદમાં આ ખરડો હજી સુધી ક્યારે રદ થશે તે અંગે કશું કહેવાયું નથી.