યુવતી પર વારંવાર જબરદસ્તી બળાત્કાર ગુજારનાર શખ્સ કરાયો જેલના હવાલે

copy image

copy image

ગાંધીધામમાં યુવતી પર જબરદસ્તી બળાત્કાર ગુજારતા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આફતાબ અબ્દુલ માંજોઠી નામના શખ્સે 31 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે વારંવાર જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો હતો. આ યુવાને આવું હીન કાર્ય કરી કોઈને આ વાતની જાણ કરીશ તો યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.