મોટી મઉંમાં એક આધેડ આપઘાત કર્યાના પર્યાસમાં અસફળ
મોટી મઉંમાં એક આધેડ કોઈ અકળ કારણોસર આપઘાત કર્યાના પર્યાસમાં અસફળ રહ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ મોટી મઉંના 40 વર્ષીય આધેડ મેઘજી ડાયા વિંઝોડા પોતાના ઘરે હાજર હતા તે સમય દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો, પરંતુ સદનસીબે દોરી તૂટી જતા આધેડ ઘાયલ થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
