વઢવાણ : ધ્રાંગધ્રા પંથકમાં દેશી દારૂનું પીઠું ગણાતા રાજપર ગામે અસંખ્ય દેશી દારૂની ભઠ્ઠી ચાલે છે લગભગ રાજપર ગામના અડધાથી વધુ રહીશોનો ધંધો દેશી દારૂની ભઠ્ઠી અથવા દેશી દારૂ વેચાણ કરવાનો છે. ત્યારે વારંવાર રાજપર ગામે ચાલતી દારૂની ચાલતી ભઠ્ઠીને બંધ કરવાની રજુઆત થઇ હતી. આથી ધ્રાંગધ્રા ડીવાયએસપી આર. બી. દેવધા દ્વારા પોતાના સ્પેશીયલ સ્કવોર્ડને સુચના આપી હતી. સ્કવોર્ડના એ.એસ.આઇ. રણછોડભાઇ ભરવાડ, પંકજભાઇ દુલેરા, ચેતનભાઇ ગોસાઇ સહિતનાઓ રાજપર ગામે જઇ દેશી દારૂ બનાવવાનું મિની કારખાનું પકડી પાડયું હતું. જેમાં ભઠ્ઠી ચલાવનાર બુટલેગર મુન્નો ઉર્ફે મુનશી અવસરભાઇ ઠાકોર, લવજી બબાભાઇ ઠાકોર, દિલીપ રામસંગભાઇ ઠાકોર નાસી ગયા હતા. જયારે પોલીસે ૧૧પ૦ લિટર દેશી દારૂ બનાવવાનો આથો કિંમત રૂ.ર,૩૦૦ દેશી દારૂ લીટર ર૦ કિંમત રૂ.૪૦૦, એક મોટર સાયકલ કિંમત રૂ.ર૦,૦૦૦ તથા તમામ સાધનો મળી કુલ ર૪,૪૦૦ નો મુદામાલ પકડી પાડી તપાસ હાથ ધરી હતી. તાલુકા પોલીસના એ.એસ.આઇ. મગનલાલ સોલંકી, દિલીપભાઇ રબારી સહિતનાઓ દ્વારા પણ રાજપર ગામે રેડ કરવામાં આવી હતી. જેમાં રાજપર ગામના ડેમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી તાલુકા પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૩પ૦ કિંમત રૂ.૭૦૦ તથા ભઠ્ઠીના સાધનો રૂ.પ૦૦ એમ કુલ મળી ૧,ર૦૦ની કિંમતનો મુદામાલ પકડી પાડી ફરાર ઈસમ રણજીત વિરજીભાઇ કોળી વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.