રાજપરા પાસે અકસ્માત : એક શખ્સનુ મૃત્યુ એક શખ્સ ગંભીર

ભાવનગર તળાજા હાઈવે પર તળાજાના રાજપરા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમા એક યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલ વ્યક્તિને લોહીયાળ ઈજા પહોંચી હતી. તેમને ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. રાજપરા ગામ પાસે રસ્તા પર સામ સામે બાઈક અથડાતા રાજપરા ગામના જ ઠાકોર કોળી સમાજના વિસાલ ભાઈ મુન્ના ભાઈ સોલંકીનુ ધટના સ્થળે કમકમાટી ભર્યું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સામેની બાઈક સવારને ઈજા થઈ હતી. તેમને પણ તાકીદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશને તળાજા પીએમ માટે મોકલી આપી હતી અને કાનુની તપાસ હાથ ધરી હતી ઘટના બનતા તળાજા હોસ્પિટલમાં ઠાકોર કોળી સમાજના આગેવાનો અને બધા સમાજના આગેવાનો દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર મળે અને પીએમ તાત્કાલિક થઈ અને પરીવાર ને સાતવના આપી હતી. પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉક્ત ઘટનાની તળાજા રેફરલ હોસ્પીટલ પરથી મળતી વિગતો મુજબ રાજપરા-૨ ગામના રસિક ધીરૂભાઇ મકવાણા પોતાની બાઇક પર ધો.૧૧ માં અભ્યાસ કરતા આ જ ગામનો યુવાન વિશાલ મનુભાઇ સોલંકી (ઉ.વ.૧૭) ને બેસાડી નજીકના પેટ્રોલ પુરાવા જતા હતા. તે સમયે જ પસાર થતી બાઇક સાથે અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થી વિશાલનું સથળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજેલ છે. સાથે સામેની બાઇક પર સવાર મુકેશ મનુભાઇ ગોહેલ (રે.ત્રાપજ) મિલન જીવાભાઇ ગોહિલ (રે.ભાવપ્નગર) ને ઇજાઓ પહોંચતા તણસા ૧૦૮ દ્વારા તળાજા અને ત્યાંથી ભાવનગર ખસેડવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *