કેરા નારાણપર વચ્ચે ટ્રેઇલરની ટક્કરથી કારચાલકને ઇજા

ભુજ તાલુકાના કેરા નારાણપર વચ્ચે બુધવારે રાત્રિના અરસામાં ટ્રેઇલર અને કાર વચ્ચે અક્માત સર્જાયો હતો. જેમા કારચાલકને ઇજા પહોચતા 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં હતો. પોલીસ સૂત્રોના જણાવયા પ્રમાણે કેરા નારાણપર વચ્ચે અક્માતના બનાવમાં રાત્રિના અરસામાં બન્યો હતો. પુરપાટ આવી રહેલા ટ્રેઇલરે સામેથી આવતી કારને અડફેટે લેતા મુંદરા તાલુકાનાં કાંડાગરા ગામે રહેતા કાર ચાલક બુધાભાઇ કરશનસિંહ રાઠોડ (ઉ.વ.35)ને ઇજા પહોચતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માનકુવા પોલીસે બનાવની જાણવા જોગ નોંધ કરી તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *