ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારના અલૈયાવાંઢ સીમ વિસ્તારમાંથી ગૌવંશનુ કતલખાનુ ઝડપાયું

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જીલ્લામાં પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ઇસમો તથા ગેરકાદેસર ચાલતા ગૌવંશ કતલખાનાઓ તેમજ ગોવંશના માંસના વેચાણની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ બકરી ઇદ તહેવાર અનુસંધાને કોઇપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જીલ્લામાં અલગ અલગ કુલ્લ આઠ ટીમો બનાવેલ જેમાં ખાવડા વિસ્તારમા એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા, જીવરાજભાઇ ગઢવી તથા ડ્રા. અશ્વીનભાઇ ગઢવી તથા એ.એસ.આઇ. મેઘરાજભાઈ ગઢવી ખાવડા પોલીસ સ્ટેશન વાળાનાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી. ટીમને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, અલૈયાવાંઢ ગામની પાછળ આવેલ તળાવની બાજુમા બાવળોની ઝાડીમા હાલે સાલેમામદ જાકબ સમા તથા હકીમ કાસમ સમા રહે બન્ને.નાના દીનારાવાળા તેના સાગરીતો સાથે ગાય(ગૌવંશ) ને બાવળની ઝાડીમા બાંધી ગેરકાયદેસર રીતે ગાય(ગૌવંશ)નુ કતલ કરવાનુ ચાલુમાં છે જે હકીકત આધારે તપાસ કરતા એક ગાય બાંધેલી હાલતમાં જીવીત મળી આવેલ અને તેની બાજુમા એક ગાય(ગૌવંશ) જમીન ઉપર કતલ કરેલી હાલતમા પડેલ જોવામા આવેલ જેથી સદર ગાય(ગૌવંશ)ના માંસ બાબતે વેટરનરી ડોકટરશ્રીનો સ્થાનિકે આવવા સંપર્ક કરેલ અને વેટરનરી ડોકટરશ્રી તુષારભાઇ નંદાણીયા સ્થાનિકે આવી તપાસણી કરી આ ગાય(ગૌવંશ)નુ માંસ હોવાનુ જણાવેલ. જેથી સ્થાનીક જગ્યાએ એક જીવીત ગાય(ગૌવંશ) બાંધેલ હોય જેને છોડાવી પાંજરાપોળ મુકવા તજવીજ કરેલ અને મજકુર બન્ને નાશી ગયેલ આરોપીઓ ઉપર બી.એન.એસ.-૨૦૨૩ ની કલમ- ૨૯૯, ૩૨૫, ૫૪ તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ-૫(૧), ૮(૨)(૪), ૧૦ તથા પશુ પ્રત્યે ધાતકીપણું અટકાવવાની કલમ-૧૧(૧)(એલ) મુજબ ખાવડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.
કબ્જે કરેલ મુદામાલ
- (૧) ગૌવંશનું માસ ૫૦ કિ.ગ્રા. કિ.રૂ.૫,૦૦૦/- (૨) છરી નંગ-૦૨ કી.રૂ.૦૦/- (૩) કુહાડી નંગ-૦૧ કી.રૂ.૦૦/- (૪) પ્લાસ્ટીકના કેરબા નંગ-૦૨ કી.રૂ.૦૦/- (૫) એલ્યુમિનિયમ તપેલુ કી.રૂ.૦૦/- (૬) રસ્સી નંગ-03 તથા રસ્સા નંગ-૦૧ કી.રૂ.૦૦/- (૭) લંબચોરસ લાકડાનો ટુકડો કી.રૂ.૦૦/- (૮) પ્લાસ્ટીકના કોથળામાં મળી આવેલ કંતાનના કોથળા નંગ-૧૩ કી.રૂ.૦૦/- (૯) ખબે રાખવાના રૂમાલ(ખેસ) નંગ-૦૨ કી.રૂ.૦૦/- એમ કુલ્લ મુદામાલની કિ.રૂ.૫૦૦૦/-
આરોપીઓ
સાલેમામદ જાકબ સમા રહે. નાના દીનારા, અલૈયાવાંઢ તા.ભુજ
હકીમ કાસમ સમા રહે. નાના દીનારા, અલૈયાવાંઢ તા.ભુજ