ભુજમાંથી 14 હજારની રોકડ સાથે 6 ખેલીઓની થઈ ધરપકડ
copy image

સૂત્રો જણાવી રહ્યા છે મહાવીર નગરમાં પ્રશાંત પાર્ક એપાર્ટમેન્ટ-2માંથી છ જુગારપ્રેમીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ એ-ડિવિઝન પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજ શહેરમાં આવેલ એપાર્ટમેન્ટ-2ના ચોથા માળની લોબીમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી જુગાર રમતા છ ખેલીઓને રૂા. 14,600ની રોકડ સહિત કુલ રૂા. 34,600ના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.