આદિપુરમાં બસ અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં આધેડનું મોત

copy image

copy image

  આદિપુરમાં બસ અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં આધેડનું મોત થયું છે તેમજ અન્ય એક શખ્સ ઘાયલ થયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના ખોખરા ગામે રહેનાર 59 વર્ષીય ભીખાભાઈ કામ અર્થે વીરા ગામે ગયા હતા. જ્યાથી પરત અન્ય શખ્સ એવા રામજીભાઈ સાથે બાઈક લઈને વરસામેડી કામ માટે ગયા હતા, ત્યાંથી પરત વીરા જવા નીકળ્યા હતા તે સમયે  આદિપુરમાં ટાગોર રોડ મુંદરા સર્કલ નજીક પહોંચતા ખાનગી બસના ચાલકે તેમની બાઈકને હડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર ઇજાઓના પગલે ભીખાભાઈને સારવાર અર્થે લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.