પાલારા ખાસ જેલનો પાકા કામનો કેદી રાજા પર ગયા બાદ થયો ફરાર

copy image

copy image

પાલારા ખાસ જેલનો પાકા કામનો કેદી રાજા પર ગયા બાદ ફરાર થઈ ગયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હત્યાના પ્રયાસના ગુનાના જેલના પાકા કામના કેદી કરીમ ઉર્ફે ટીચુકડો હાઈકોર્ટના હુકમથી પાંચ દિનની પેરોલ રજા મંજૂર થઈ હતી. જેને ગત તા. 15/5ના મુક્ત કર્યા બાદ તા. 21/5ના હાજર થવાનો હુકમ કરવામાં આવેલ હતો. આ આરોપી શખ્સ રાજા પૂરી થયા બાદ પણ પરત ન ફરતા તેને ફરાર ઘોષિત કરી દેવામાં આવેલ છે. જેથી આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.