આદિપુરમાં 19 વર્ષીય યુવતીનો આપઘાત

copy image

આદિપુરમાં 19 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 5/6ના રોજ આદિપુર ચારવાળી મકાન નંબર 158માં રહેનાર હંસા માતંગ નામની યુવતી જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી પોતાના ઘરે હાજર હતી તે સમયે કોઈ અકળ કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં જ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા યુવતીએ સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.