ગાંધીધામમાં એક યુવાન પર ત્રણ શખ્સોએ ધોકા અને પાઈપ વડે કર્યો હુમલો

copy image

ગાંધીધામમાં એક યુવાન પર ત્રણ શખ્સોએ ધોકા અને પાઈપ વડે હુમલો કરી દીધેલ હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં રહેનાર ફરિયાદી એવો ભરત નામોરી કન્નર ગત તા. 25-5ના રાતના સમયે સૂતો હતો તે સમયે ઊંઘ ન આવતાં આ ફરિયાદી પોતાના વિસ્તારમાં ચાર રસ્તા પાસે નાગશી ધેડાના ઘરની બહાર ઓરડી પાસે ઊભો હતો. તે દરમ્યાન અન્ય શખ્સ જાગી જતાં ફરિયાદી ચોરી કરવા આવ્યો હોવાનું જાણીને ધોકા વડે હુમલો કર્યો હતો. બાદમાં અન્ય બે શખ્સોએ પણ તેના પર હુમલો કરી દીધો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.