ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ(GUVNL) અને ફોકિઆ દ્વારા રાજ્યકક્ષાની કોર્પોરેટ બેડમિન્ટન ટુર્નામેન્ટનું વડોદરા ખાતે આયોજન


GUVNL બરોડા દ્વારા રાજ્યકક્ષાની કોર્પોરેટ ટુર્નામેન્ટ “કોર્પોરેટ બેડમિન્ટન રણ” ફિટનેસ વિથ
ફિધર નું તારીખ ૮ જુન ૨૦૨૫ના Multipurpose Recreation Hall બરોડા ખાતે આયોજન
કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિઆ) એ
સહયોગ આપ્યો હતો. આ આયોજનના મુખ્ય હેતુ, કોર્પોરેટ વર્ક ફોર્સમાં ફિટનેસ અને સ્વાસ્થય
વિશે જાગૃતતા લાવવી, જીતવા માટેની ભાવનાને જગાવવી, કોર્પોરેટ વચ્ચે નેટવર્કિંગ વધારવું
અને સમગ્ર રીતે ગુજરાત રાજ્ય માં સ્પોર્ટ્સ અને રિક્રિએશન કલ્ચરને પ્રોત્સાહન આપવું તે છે.
તારીખ ૮ જુન ખાતે લીગ મેચનું આયોજન બરોડા ખાતે કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સમારોહમાં
મુખ્ય મહેમાન તરીકે GUVNL ના એમ.ડી શ્રી જયપ્રકાશ શિવહરે-IAS, ફોકિઆ ના એમ.ડી. શ્રી
નિમિષ ફડકે, GUVNLના જનરલ મેનેજર(HR) શ્રી જે.ટી.રાય, GUVNL ના જનરલ
મેનેજર(કોમર્સ) શ્રી માથુર, ફોકિઆ ના મમતા વસાણી, ઓફિસર્સ ક્લબ ભુજ ના શ્રી
બી.ડી.પ્રજાપતિ અને અને વિવિધ ટીમોના કેપ્ટન જોડાયા હતાં. આ ટુર્નામેન્ટમાં સમગ્ર
ગુજરાતની ૯ કંપનીઓ ની ૧૦ ટીમો ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ માં
ગુજરાતના વિવિધ શહેરો ના વિસ્તારો માંથી પ્લેયરો એ ભાગ લીધો હતો. અહીં એ નોંધનીય છે
કે, GUVNL ના એમ.ડી શ્રી જયપ્રકાશ શિવહરે અને ફોકિઆ ના એમ.ડી. શ્રી નિમિષ ફડકે પણ
ટુર્નામેન્ટ માં પ્લેયર તરીકે ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટમાં દિવસ દરમિયાન લગભગ કુલ
૬૯ મેચો રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ઓફિસર્સ ક્લબ ભુજ ટીમ -A વિજેતા અને ONGC ની
ટીમ ઉપવિજેતા રહી હતી. આ ટુર્નામેન્ટના સમાપન સમારોહ માં ફોકિઆ ના એમ.ડી. શ્રી
નિમિષ ફડકે, જે.ટી.રાય હેચ.આર. GUVNL અને શ્રી બી.ડી.પ્રજાપતિ વગેર મુખ્ય મહેમાન
તરીકે જોડાયા હતા. વિજેતા ટીમને રૂ.૭,૫૦૦ અને ઉપવિજેતા ટીમને રૂ.૫,૦૦૦ ના પુરસ્કાર
અને ટ્રોફી આપવામાં આવી હતી.આ ટુર્નામેન્ટમાં રેફરી તરીકે ઇન્ડિયન બેડમિંટ એસોસિએશન
ના લીડિંગ રેફરી શ્રી રાકેશ રસાણીયા અને ટીમ એ સેવાઓ આપી હતી. આ ટુર્નામેન્ટમાં
GUVNL, ONGC, GNFC, GSFC, GETCO, GSELC, MGVCL, સચિવાલય જીમખાના
ગાંધીનગર, ઓફિસર્સ ક્લબ ભુજ વગેરે ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટને સફળ
બનાવવા માટે GUVNLના ઉજીત શુક્લા, દુષ્યંતસીંહ જાડેજા, દ્વિજ બરાડ અને શુભાંકર
બ્રમ્હ્ભટ્ટ, ઓફિસર્સ ક્લબ ના શ્રી મહિપાલસિંહ ઝાલા, અજીત યાદવ, અને ફોકિઆના ભરત
બારોટ વગેરે સહયોગ આપ્યો હતો.