એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપીંડી આંચરનાર આરોપીની કરાઈ ધરપકડ


મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ,ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ જીલ્લામાં શરિર સબંધી/મિલ્કત સબંધી/છેતરપીંડીના ગુન્હાઓ આચરતા ઈસમો ઉપર જરૂરી વોચ રાખી અને અવારનવાર ગુન્હા આચરતા ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમો તળે યોગ્ય કાર્યવાહી કરવા તથા ગુજરાત સરકાર શ્રી દ્વારા સમયાંતરે બનાવેલ અલગ-અલગ કાયદા બનાવવામા આવેલ હોય જે મુજબ આવા આરોપીઓ વિરુદ્ધ જરૂરી કાયદાકીય પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.ચૌધરી ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંગઠીત અપરાધ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવી ગુનાહિત ટોળકી બનાવી એકબીજા સાથે મેળાપીપણું કરી સાથે મળી ગુન્હા આચરતા હોય તેવી સંગઠીત ટોળકીના સભ્યો વિરૂધ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન મળેલ હોય તેમજ અત્રેના ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૬૨૫૦૭૫૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા એકટ-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨),૩૧૮(૪) મુજબનો ગુન્હો બનવા પામેલ અને સદર ગુના કામેના આરોપીઓના ગુનાહિત ઇતીહાસ ચેક કરતા આરોપીઓ વિરુદ્ધ અગાઉ ગુન્હા દાખલ થયેલ હોવાની હકિકત જણાઈ આવતા તે સંગઠીત અપરાધને પ્રોત્સાહન આપી સંગઠીત ગુનો કરવાની તથા કાવતરૂ ક૨વાની ટેવ વાળો હોવાની હકીકત તપાસ દરમ્યાન જણાઈ આવેલ.
જે બાબતે મજકુર આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૧૧,૬૧(૧) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટ ગાંધીધામ ખાતે રજુ કરી દિન-03 ના રિમાંડ મેળવવામા આવેલ અને તપાસ દરમ્યાન ફરિયાદીનો ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી સહ આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ખોટી નોટોના બંડલના કોરા કાગળો તથા કાગળો કટીંગ કરવાનો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે.
:: પકડાયેલ સહ આરોપી ::
મામદશા સ/ઓ જુસબશા શેખ ઉવ.૪૩૨હે. બાનાની ફળીયુ શેખ ટીંબો અંજાર
કબ્જે કરેલ મુદ્દામાલ ::
(૧) લોખંડનુ પેપર કાપવા માટેનુ કટર મશીન કિ.રૂ.૫૦૦/-
(૨) સફેદ કલરની કોરા પાનાની નોટોના બંડલો નંગ-૨૪ કિ.રૂ.૦૦/૦૦
(3) નોટો ઉપર કલ૨ ક૨વા માટેની પીંછી નંગ-૧૩ કિ.રૂ.00/00
(૪) નોટો ઉપર કલર ક૨વા માટેના કલરના ડબા નંગ-૦૨ કિ.રૂ.૨૦૦/-
(૫) વિવો કંપનીનો મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦૦/-
(૬) રોકડા રૂ.૭૬૦/-
(૭) લાઈટબીલ તથા આધારકાર્ડ કિ.રૂ.00/00 એમ કુલ્લે કિ.રૂ.૬,૪૬૦/-
:: જાહે૨ અપીલ ::
આથી જાહેર જનતાને અપીલ કરવામા આવે છે ઉપરોક્ત આરોપીઓએ રૂપીયા ડબલ કરી આપવાની લાલચ આપી રૂપીયાની બંડલ મા ઉપર નીચે અસલ ચલણી નોટો રાખી વચ્ચેના ભાગે કોરા કાગળો રાખી અને છેતરપીંડી કરી ભોગ બનેલ હોય તો ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક ક૨વા અપીલ ક૨વામા આવે છે.
ઉપરોક્ત સફળ કામગીરી ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી.ચૌધરી તથા પો.સબ ઇન્સ.જે.ડી.પરમાર તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.