યાના સિંઘ અને રેહાંસ સિંઘવીએ ટેબલ ટેનિસ સ્ટેટ રેન્કિંગમાં કેડીટીટીએનો વારસો જાળવી રાખ્યો


કેડીટીટીએના રેહાંસ સિંઘવીએ તાજેતરમાં ભાવનગર ખાતે સમાપ્ત થયેલ માઇક્રોસાઇન 1લી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025 માં પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું હતું. તેણે બોયઝ અંડર-11 કેટેગરીમાં અમદાવાદના નક્ષ પટેલને રસાકસી ભરી મેચમાં 3-2થી હરાવીને તેની કુશળતા, ટેકનિક અને માનસિક કઠિનતા દર્શાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
આ ઉપરાંત હોપ્સ અંડર-9 કેટેગરી પ્રથમ વખત આયોજિત કરવામાં આવી હતી અને ગર્લ્સ વિભાગમાં તમામ ટોચના ત્રણ સ્થાનો કેડીટીટીએના ખેલાડીઓ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા, યાના સિંઘે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે દિવિશા હિંગોરાનીએ સિલ્વર મેડલ જીત્યો હતો અને અવશી જૂને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
હોપ ગર્લ્સ અંડર-11 વિભાગમાં માયરા ખેસકાનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
બોયઝ અંડર-13 કેટેગરીમાં ધ્રુવ ભંભાણી સેમિફાઈનલમાં રાજકોટના દેવ ભટ્ટ સામે 0-3થી હારી ગયો હતો અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે યુગ પ્રતાપ સિંગ અને રેહાંસ સિંઘવી અન્ડર-13 બોયસ કેટેગરીમાં અન્ય બે ખેલાડીઓ હતા જેઓ ટોપ 8માં પહોંચ્યા હતા અને ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા હતા.
ગર્લ્સ અંડર-13 કેટેગરીમાં સિદ્ધિ સિંઘવી ક્વાર્ટર ફાઇનલમાં અમદાવાદની નિત્યા ચોક્સી સામે 1-3થી હારી ગઈ હતી.
બોયઝ અંડર-15 કેટેગરીમાં ધ્રુવ ભાંભણીએ સેમિફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે અમદાવાદના દ્વિજ ભાલોડિયા સામે 2-3થી ખૂબ જ નજીકના મુકાબલામાં હારી ગયો હતો. આરવ સિંઘવી અને નૈરિત વૈધ અન્ય બે ખેલાડીઓ હતા જેઓ ટોપ 8માં પહોંચ્યા હતા અને ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા હતા.
ગર્લ્સ અંડર-17 કેટેગરીમાં અનાઈશા સિંઘવી ક્વાર્ટર ફાઇનલમાં અમદાવાદની પ્રથા પવાર સામે 0-3થી હારી ગઈ હતી.
કચ્છ જિલ્લા માંથી કુલ 17 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મળાવીને કુલ 7 મેડલ જીત્યા હતા. આ બધા ખેલાડીઓ નિષ્ણાત ટીટી કોચ શ્રી શંખનીલ બસાક, ફિટનેસ ટ્રેનર શ્રી નમન ઓઝા, સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ શ્રીમતી ગુલરૂખ શેઠના અને સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ શ્રી જય ટાકવાની પાસે અહીના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ચાલી રહેલી કેડીટીટીએ ટેબલ ટેનિસ એકેડેમીમાં તાલીમ લઈ રહ્યા છે. આ તમામ મેડલ વિજેતા અમરચંદ સિંઘવી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
ખેલાડીઓની આ સિદ્ધિ બદલ સંસ્થાના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.