મુંદરાના વડાલામાં 23 વર્ષીય યુવાને ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યું

copy image

મુંદરા તાલુકાના વડાલામાં એક યુવાને ગળેફાસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વડાલામાં એકલા રહેતા 23 વર્ષીય રાજેશ જોગી ગઈ કાલે બપોરે પોતાના ઘરે હાજર હતો. તે સમય દરમ્યાન કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.