Skip to content
ગાંધીધામ શહેરના ડીટીપી ગ્રાઉન્ડ પાછળ બાવળની ઝાડીઓમાં બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે રેડ પાડી રૂ.25,350 ના દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.વી.રાણાએ વિગતો આપતાં જણાવ્યુ હતું કે ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમ્યાન મળેલી બાતમીના આધારે દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ ગ્રાઉન્ડ પાછળ આવેલી બાવળની ઝાડીઓમાં રેડ પાડી રાજસ્થાનના બાડમેરના હાલે ગાંધીધામ જવાહરનગર આદિત્ય આર્કેડમાં રહેતા પ્રહલાદરામ સવાઇરામ ચૌધરી અને મેઘપર બોરીચીમાં રહેતા ગોપાલ વાઘારામ ચૌધરીને રૂ.25,350 ની કિંમતના ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂની 750 એમએલની 72 બોટલો સાથે ઝડપી પાડી તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી. આ કામગીરીમાં પીઆઇ સાથે પીએસઆઇ પી.ડી.પરમાર, એએસઆઇ કિર્તિકુમાર ગોડિયા, હેડકોન્સટેબલ ગલાલ પારગી, કોન્સટેબલ ખોડુભા ચુડાસમા, રાજદિપસિંહ ઝાલા, મહિપદસિંહ ઝાલા, રવિરાજસિંહ પરમાર, રાજા હીરાગર, જગદિશ સોલંકી જોડાયા હતા.