લીલાશાનગરમાંથી રૂ. 30,000ની બાઇકની ચોરી

ગાંધીધામ સંકુલમાં છેલ્લા ઘણા સમયથી વાહન તસ્કરીના બનાવો વધી રહ્યા છે. જેમાં સતત બે દિવસમાં રણ વાહન તસ્કરી પોલીસ ચોપડે ચડી છે. જે ચિંતાજનક બાબત છે. જેમાં શહેરના લીલાશાહનગરમાં આવેલા ભાનુદિપ એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરાયેલું રૂ.30,000 ની કિંમતનું બાઇક ચોરાયું હોવાની ફરિયાદ એ ડિવિઝન  પોલીસ સ્ટેશને લખવાઇ છે.  અંજારના સિનુગ્રા ગામ ખાતે રહેતા 46 વર્ષીય હસમુખ પોપટલાલ ટાંકની ફરિયાદને ટાંકી પીએસઓ બાબુભાઇ મિયોત્રાએ વિગતો આપતાં જણાવયું હતું કે, તેમણે લીલાશાહનગરમાં આવેલા ભાનુદિપ  એપાર્ટમેન્ટના પાર્કિંગમાં તેમણે ગત રાત્રિના આરસામાં પાર્ક કરેલું તેમનું રૂ.30,000 ની કિંમતનું જીજે 12  સીએસ 1565 નંબરનું બાઇક સવારના અરસા દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સો તસ્કરી કરી ગયા છે. તપાસ હેડ કોન્સટેબલ દિવ્યેશ સોનારત ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *