ગેરકાયદેસર હેરોઈન તથા અફીણ માદક પદાર્થના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.ગાંધીધામ
માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ,સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સાથેના ASI પુંજાભાઈ વસ્તાભાઈ ચાડ તથા ASI અશોકભાઈ જુમાભાઈ સોંધરાનાઓને મળેલ ખાનગી બાતમી હડીકત અન્વયે મોરબીથી સામખીયારી તરફ આવતા ને.હા.રોડ શિકારપુર ખાતે આવેલ હોટલ અનમોલ હોટલ પટ્ટી (તરન તારન)નો સંચાલક હરનેકસિંગ ઇન્દ્રજીતસિંગ પોતાના કબ્જા ભોગવટાની હોટલમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો રાખી ગે.કા.રીતે વેચાણ કરતો હોય જેથી સદરહુ જગ્યાએ રેઈડ કરી તપાસ ક૨તાં સદરહુ ઇસમ પાસેથી માદક પદાર્થ હેરોઈન તથા અફીણનો મુદ્દામાલ વેચાણ અર્થે-રાખી મળી આવેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એડટ-૧૯ હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે સામખિયારી પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.
અટક કરેલ આરોપી:-
હરનેકસિંગ ઈન્દ્રજીતસિંગ જાતે ખેરા ઉવ ૨૮ હાલે રહે અનમોલ પટ્ટી (તરન તારન) હોટલ સામખીયારી મોરબી ને.હા રોડ શિકારપુર સીમ તા.ભચાઉ મુળ ગામ માનકપુરા તા.પટ્ટી-૧૪ જી.તરન તારન પંજાબ
પકડાયેલ મુદ્દામાલની વિગત :-
(૧)હેરોઈન વજન ૦૫ ગ્રામ કિ.રૂ.૨,૫૦,૦૦૦/-
(૨) અફીણ વજન ૧૯ ગ્રામ કિ.રૂ.૧૯૦૦૦/-
(૨) મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-
(3) રોકડા રૂપિયા ८४०००/-
(૪) ડીજીટલ વજન કાંટો – કિ.રૂ.૫૦0/-
(૫)આધારકાર્ડ નકલ-૦૧ કિ.રૂ.00/00
(૬) હોટલ ભાડા કરાર -૦૧ કિ.રૂ.00/00
(૭) ચુંટણીકાર્ડ -૦૧ કિ.રૂ.00/00
કુલ કિ.રૂા.૩,૫૮,૫૦૦/-નો મુદ્દામાલ
ઉપરોકત કામગીરીમાં ઈ.પો.ઈન્સ. વી.પી.આહીર એસ.ઓ.જી. તથા પો.સબ.ઈન્સ.કે.જે.વાઢેર સામખિયારી પો.સ્ટે. તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો.
