પ્રાગપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા નવિનભાઈ જોષીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન નિલેશભાઇ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઈ રાવલનાઓને હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, પ્રાગપર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૩૨૯/૨૦૨૫ બી.એન.એસ.ની કલમ ૩૦૫(સી), ૬૧(૨) મુજબના ગુન્હા કામે નાસતો-ફરતો આરોપી જુસબ હાસમ કકલ રહે. કિડાણા તા. ગાંધીધામ વાળો હાલે ભુજમાં આવેલ શક્તિ હોટેલ પાસે હાજર છે. જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમએ ઉપરોક્ત ગુનો કરેલ હોઈ અને આ ગુન્હા કામે નાસતો-ફરતો હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમની અટકાયત કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

પકડાયેલ આરોપી

જુસબ હાસમ કકલ ઉ.વ.૪૨ રહે. મીયાણી વાસ, કિડાણા તા. ગાંધીધામ