કિડાણાના શખ્સને કચ્છ તથા કચ્છને અડીને આવેલ જિલ્લાઓમાંથી કરાયો તડીપાર

ગાંધીધામ ખાતે આવેલ કિડાણામાં રહેનાર અને મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલ આરોપી ઈશમને કચ્છ તથા તેને અડીને આવેલ જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં આવેલ છે. આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ આરોપી શખ્સ વિરુદ્ધ ગાંધીધામ બી-ડિવિઝન  પોલીસ મથકે મિલકત સંબંધી  છ ગુના નોંધાયા હતા. જેથી પૂર્વ કચ્છ એલ.સી.બી. દ્વારા આ શખ્સ વિરુદ્ધ હદપારીની દરખાસ્ત તૈયાર કરવામાં આવતા આ દરખાસ્ત મંજૂર થતાં શખ્સને કચ્છ અને કચ્છને અડી આવેલા જિલ્લામાંથી હદપાર કરી મૂકતો આદેશ કરાયો છે.