સુખપરમાં બનેવીએ સાળા ઉપર કર્યો છરી વડે હુમલો
copy image

ભુજ તાલુકાના સુખપરમાં બનેવીએ સાળા ઉપર છરી વડે હુમલો કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ સુખપરના જૂનાવાસમાં રહેતા ફરિયાદી તેના બનેવી એવા દિનેશ મૂળજીભાઈ જોશી દ્વારા આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપી તેના બનેવી એવા જયદીપ ઉર્ફે શ્યામ મેઘરાજ જોશી ફરિયાદીની બહેનને વારંવાર ઘરમાંથી કાઢી મૂકતા હતા. ઉપરાંત ગત તા. તા. 12/6ના રોજ આરોપીએ ફરિયાદીના ઘરે આવી તેના બાળકોને લેવા માટે આવી ગાળા-ગાળી કરી ફરિયાદી સાથે ઝઘડો કરી ધકબૂસટનો માર મારી અને માથાંના ભાગે છરી મારીને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.