લખપત તાલુકાના પાંધરો અને વર્માનગર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

લખપત તાલુકાના પાંધરો અને વર્માનગર વચ્ચે ગંભીર માર્ગ અકસ્માત થયો છે. આપેલી માહિતી મુજબ, છોટા હાથી (નં. GJ12BZ3673) અને મોટરસાયકલ (નં. GJ11CC9679) વચ્ચે અથડામણ થઈ હતી.
આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકના હોસ્પિટલે અથવા ભુજ ખસેડવામાં આવ્યો છે, જયારે બીજાને GMDC એમ્બ્યુલન્સ દ્વારા દયાપર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે.
