ભચાઉના લાકડિયામાં ઉકરડા માંથી મળી આવ્યું નવજાત શિશુ

ભચાઉ તાલુકાના લાકડિયામાં કોઈ વ્યક્તિ નવજાત શિશુને ઉકરડામાં મૂકી નાસી ગયું હોવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટના અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ લાકડિયાના રામદેવપીર વાંઢમાં રહેનારા ફરિયાદી પોતાની ગાય ભીમાસર મોકલવાની હોવાથી આજે સવારે મકાન નજીક પડતર જમીન પાસે ગયા હતા. દરમ્યાન ઉકરડામાંથી નાના બાળકના રડવાનો આવાજ આવ્યો હોવાથી ફરિયાદીએ તપાસ કરતા છાણ તથા કચરાથી ભરેલું તાજું જન્મેલું નવજાત પુરૂષ શિશુ પડેલું જોવા મળ્યું હતું. વધુમાં મળતી વિગતો અનુસાર બાળકને સાફ કરી સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.