અંજારના ચાંદ્રાણી નજીક પૈસાની લેતીદેતી મામલે એક યુવાન પર છરી વડે હુમલો

copy image

copy image

  અંજાર ખાતે આવેલ ચાંદ્રાણી નજીક પૈસાની લેતીદેતી મામલે એક યુવાન પર છરી વડે હુમલો કરી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરગરના ઇસ્માઇલ ઉર્ફે પપ્પુ મામદ રાયમાં દ્વારા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. અનુસાર ફરિયાદીએ ગાંધીધામ સુંદરપુરીના આરોપીને ઉછીના પૈસા આપ્યા હતા. 1 વર્ષ અગાઉ આપેલા આ પૈસાની માગ કરતાં આરોપી ઈશમે ફરિયાદી સાથે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાઈ જઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.