અંજારના સિનુગ્રા નજીક કારમાંથી રૂા. 66,000નો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

 અંજાર ખાતે આવેલ સિનુગ્રા નજીક કારમાંથી રૂા. 66,000નો અંગ્રેજી દારૂનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ખેડોઇથી અંજાર બાજુ લાલ રંગની કારમાં દારૂ આવી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળી કાર આવતા તેનો ચાલક  પોલીસને જોઇ જતાં પોતાની ગાડી ત્યાં જ મૂકીને નાસી ગયો હતો. પોલીસે આ કારમાંથી કુલ કિંમત રૂા. 66,000નો દારૂ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.