Skip to content
ભાવનગરના ઉત્તર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ વણકરવાસમાં બી ડીવીઝન પોલીસે રેડ પાડી ૩૫ પેટી ઇંગ્લીશ શરાબ ઝડપી પાડી કાયદેસર તપાસ હાથ કરી છે. શહેરના ઉત્તર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ વણકરવાસમાં રહેતા પ્રવિણ શામજીભાઇ રાઠોડે તેના મકાનમાં ઇંગ્લીશ શરાબનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે વહેલી સવારના અરસામાં રેડ પાડી ઇંગ્લીશ શરાબની ૩૫ પેટી જપ્ત કરી હતી. પોલીસને જોઇને શખ્સ પલાયન થઇ ગયો હતો. બી ડીવીઝન પોલીસે રૂ.૧,૬૮,000ની કિંમતનો ઇંગલીશ શરાબનો જથ્થો જપ્ત કરી કાયદેસર તપાસ હાથ ધરી છે.